ભેસાણની પી.એમ. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા ખાતે ગુરૂવારે જીન પ્લોટ ક્લસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયા હતા. આ કાર્યક્રમમાં નવ સરકારી પ્રાથમિક શાળાઓના ૫૨ બાળ વૈજ્ઞાનિકોએ ૨૬ નવીન અને સર્જનાત્મક કૃતિઓ પ્રસ્તુત કરી, જ્યારે કલા ઉત્સવમાં ૩૬ વિદ્યાર્થીઓએ ચિત્રકળા, વાદન, ગાયન અને કાવ્ય સ્પર્ધામાં પોતાની પ્રતિભા રજૂ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભેસાણ તાલુકાના મામલતદાર આઈ.આર. પારગી, જિલ્લા પંચાયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જગદીશભાઈ મકવાણા, કેળવણી નિરીક્ષક બાબુલાલ ગોંડલીયા, તાલુકાના બી.આર.સી. દિલીપભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજીત્રા, સી.આર.સી. ડો. કિશોર શેલડીયા, એસએમસી અધ્યક્ષ ડો. હિતેશભાઈ વઘાસિયા અને કન્વીનર તથા આચાર્ય ડિમ્પલબેન ક્યાડા ઉપસ્થિત રહ્યા હતા.