રાજુલાના ભેરાઈ ગામના રેલવે ફાટક પાસેથી પોલીસે ટુ વ્હીલ પર થતી દારૂની ખેપ ઝડપી પાડી હતી. મહુવામાં રહેતા ભાવેશભાઈ ઘેલાભાઈ મકવાણા (ઉ.વ.૩૨) મોટર સાયકલ લઈને પસાર થતા હતા ત્યારે તેમને અટકાવી તલાશી લેતા તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૧ બોટલ મળી આવી હતી. પોલીસે બાઇક, દારૂની બોટલો મળી કુલ ૩૧,૬૩૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.બી. ઝીંઝાળા વધુ તપાસ કરી રહ્યા છે.