ભેરાઈ ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત સાકરીયા હનુમાન દાદા મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીમાં સરપંચ પ્રતિનિધિ વાલાભાઈ રામ, તલાટી બી.સી. નકુમ, બાંધકામ એસ.ઓ. હડીયા અને અરવિંદભાઈ (એસ.બી.એમ. શાખા) તેમજ પ્રાથમિક શિક્ષક સ્ટાફ અને આંગણવાડી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જળવાયુ અને પર્યાવરણ વિભાગ, ભારત સરકાર તેમજ મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્નમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જિલ્લા વાઇસ પ્રેસિડેન્ટ ટપુભાઈ રામ, રાજુલા તાલુકા પ્રમુખ લાલભાઈ વાઘ, આતાભાઈ, ભાણાભાઈ, રસિકભાઈ બાંભણિયા અને મહેશભાઈ ગઢાદરા, ભુપતભાઈ સાદુલભાઈ સહિતના મહાનુભાવો જોડાયા હતા.