ભુજથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં છબરડો સામે આવવા પામ્યો છે. જેમાં ભુજ થી મુંબઈ જતી ફ્લાઈટમાં સીટ ઓછી હોવાથી મુસાફરો અટવાયા હતા. ફ્લાઈટમાં ૧૮૦ ને બદલે ૧૫૫ સીટ જ હતી. સીટ ન હોવાથી ૧૫ થી વધુ મુસાફરો ફ્લાઈટમાં ન જઈ શકતા અટવાયા હતા. મુસાફરો દ્વારા એડવાન્સ બુકિંગ કર્યું હોવા છતાં ફ્લાઈટમાં સીટ ન મળતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. એર ઇન્ડિયા દ્વારા અટવાયેલા મુસાફરોને સેવન સ્કાય હોટલમાં રાખવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. એર ઇન્ડિયાના છબરડાના કારણે ભુજ એરપોર્ટ પર મુસાફરો અટવાતા પરેશાન દેખાયા હતા.

આ બાબતે એક મુસાફર દ્વારા જણાવ્યું હતું કે, જ્યારે અમે એરપોર્ટ પર સમયસર પહોંચી ગયા હતા. પરંતું અમને અંદર બો‹ડગ જ આપવામાં આવ્યું ન હતું. અને થોડા સમય બાદ અમને જણાવ્યું હતું કે, ફ્લાઈટમાં સીટ ન હોવાનું જણાવ્યું હતુ.

અન્ય એક મુસાફર દ્વારા આ બાબતે એરપોર્ટ પર હાજર રહેલ એર ઇન્ડિયાનાં કર્મચારી સાથે વાત કરતા એર ઇન્ડિયાના અધિકારીએ મુસાફરને થોડી રાહ જોવા માટે કહ્યું હતુ. પરંતુ ત્યાર બાદ કંઈ પણ નહી થશે તેમ જણાવી તેમને ઓપ્શનની વાત કરી હતી. મુસાફરના બાળકની ઈમરજન્સી એપોઈમેન્ટ હોઈ તે સમયરસ ત્યાં ન પહોંચી શકતા મુસાફર દ્વારા એરપોર્ટ પર રોષ વ્યક્ત કર્યો હતો.