ભાવનગરથી સોમનાથ સુધીના કોસ્ટલ નેશનલ હાઈવે, જે અમરેલી જિલ્લામાંથી પસાર થાય છે, તેના નિર્માણ કાર્યમાં ગુણવત્તા શંકાસ્પદ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ટીકુભાઈ વરુ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ મામલે તાત્કાલિક તપાસ કરવા વિનંતી કરતો પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, જ્યાં રોડ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યાંના નાના પુલિયા, બ્રિજ, સાઈડની પ્રીકાસ્ટ દિવાલો અને સી.સી. રોડની ગુણવત્તા શંકાસ્પદ જણાઈ રહી છે. કેટલીક જગ્યાએ તો રોડ ધરાશાયી થવાની પણ શક્યતા છે, જેને લીધે માનવ જાનહાનિની આશંકા નકારી શકાય તેમ નથી.