ભાવનગર શહેર અને જિલ્લામાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂ ઘુસાડવા માટે અવાર-નવાર અવનવા પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે ભાવનગર પોલીસની સતર્કતાને કારણે બુટલેગરો પોતાના પ્રયાસમાં નિષ્ફળ રહેતા હોય છે. પોલીસની આજ સતર્કતાના કારણે ફરી એક વખત જિલ્લામાંથી દારૂનો મસમોટો જથ્થો પોલીસના હાથ લાગ્યો છે.
ભાવનગર જિલ્લામાં એલસીબી પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે જિલ્લાના નિરમાના પાટીયા તરફથી એક કાર દારૂ ભરેલી શહેરમાં પ્રવેશવાની છે, જેને પગલે એલસીબી પોલીસ કાળા તળાવ ગામ પાસે રોડ ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી. બાતમી વાળી કાર આવતા તેની તપાસ કરતા કારની અંદરથી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો.
કાળાતળાવ ગામના પાટીયા પાસે બાતમી વાળી કાર દેખાતા અને તેને ઊભી રાખીને તેમાં સવાર જયેન્દ્ર ઉર્ફે જયલો અરવિંદભાઈ પટેલ અને પ્રકાશ ઉર્ફે ભૂરો વિનુભાઈ ચુડાસમાની પછપરછ કરી હતી ત્યાર બાદકારની તપાસતા તેમાંથી દારૂની ૯૬૦ બોટલ મળી આવી હતી, જેની કિંમત ૨,૫૩,૪૪૦ ની થવા જાય છે. હાલ તો પોલીસે બંને શખ્સોને ધરપકડ કરી દારૂનો મુદ્દામાલ કબ્જે લઈને આગળની તપાસ હાથ ધરી છે.
કારમાંથી મળી આવેલા દારૂના માતબાર જથ્થાને લઈને એલસીબી પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે , ત્યારે તેની પુછપરછ દરમિયાન પ્રવીણભાઈ જાદવભાઈ વાજા નામના વધુ એક વ્યક્તિનું નામ ખુલવા પામ્યું હતું અને તેને ઝડપવાને લઈને પોલીસે ચક્રોગતિમાન કર્યા ે.
હાલ તો પોલીસે દારૂનો જથ્થો,કાર સહિત કુલ ૪,૫૩,૯૪૦નો મુદ્દામાલ કબજે લઈને બે શખ્સોને વેળાવદર પોલીસ સ્ટેશનમાં સોંપ્યાં છે, આમ ત્રણ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી વેગવંતી બનાવી છે.






































