ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં એક યુવાનની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે વાળુકડ ગામના રહેવાસી રવિ રબારી પર છરીના તીક્ષ્ણ ઘ મારીને તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. પ્રાથમિક માહિતીઅનુસાર, આ હત્યા પાછળ જૂની અદાવત) કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.
હત્યાની ગંભીર ઘટનાની જાણ થતાં જ એએસપી,ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પરિસ્થિતિનો તાગ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાનો એક કથિત લાઈવ વીડિયોસોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જાકે આ વીડિયોની અમે પુષ્ટિ કરતા નથી. ભાવનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને ફરાર આરોપીઓની શોધખોળ તેજ બનાવી છે.