ભાવનગરમાં એસએમસીની ટીમે ૩.૪૭લાખના સીરપના જથ્થા સાથે ૪.૩૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ રેસમાં પોલીસે ત્રણ શક્સોની ધરપકડ કરીને ત્રણ ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.આ બનાવની વિગત મુજબ સ્ટેટ મનીટરિંગ સેલની ટીમને માહિતી મળી હતી કે ભાવનગરના આંબાવાડી વિસ્તારમાં વૃષા સુવર્ણા ફ્લેટમાં નશીલા સીરપનો જથ્થો રાખવામાંઆવ્યો છે. જેને આધારે પોલીસે આ ફ્લેટ પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ.૩,૪૭,૪૨૬ ની કિંમતની ૧૭૯૮ બોટલો કબજે કરી હતી.તે સિવાય પોલીસે ૩ મોબાઈલ, રૂ.૨૫,૫૦૦ રોકડા મળીને કુલ રૂ. ૪,૩૭,૯૨૬નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ભાવનગરમાં રહેતા નિશાંત એચ.સંઘવી, તોફિક આર.શેખ અને રહીમ એફ વિરાણીની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ત્રણ ફરાર શખ્સોની પોલીસે શોધ હાથ ધરી છે.










































