ભાવનગરના ગ્રામીણ વિસ્તારમાં એક લોજમાં જમવા આવેલા ગ્રાહકો દ્વારા લોજ માલિકની હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ બાબતે નોંધાયેલી ફરિયાદ અનુસાર, બે લોકો ગ્રાહક બનીને લોજમાં જમવા આવ્યા અને બાદમાં જમવા બાબતે જ બોલાચાલી શરુ કરી હતી. જે આગળ જતા હત્યામાં પરિણમી હતી. હાલ પોલીસે ફરિયાદના આધારે ૨ આરોપીને ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, પિયુષભાઈ કંટારીયા નામના વ્યકત ભાવનગરના ભૂતેશ્વર ગામના બ સ્ટેશન સામે ‘ બિચ્છુ લોજ ‘ ચલાવે છે. આ લોજમાં ગત ૧૭ જુલાઈને ગુરુવારે રાત્રના મયે પિયુષભાઈ તેમની પત્ની અને દીકરી સાથે કામ કરી રહ્યા હતા. દરમિયાન સુનિલ કંટારીયા અને તેનો મિત્ર હાર્દિક કંટારીયા નામના બે વ્યકત લોજમાં જમવા માટે આવ્યા અને જમવાની બાબતે બંને બબાલ શરુ કરી ગાળો બોલવા લાગ્યા હતા.
પોલી ફરિયાદ અનુસાર, ‘પિયુષભાઈએ તેમને મજાવવાનો પ્રયા કર્યો કે, ‘અહીં તેમની પત્ની અને દીકરી પર હાજર છે, એટલે ગાળો ન બોલો, ‘પરંતુ આ વાતથી બંને ઉશ્કેરાઈ ગયા અને સુનિલ કંટારીયાએ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી અને પિયુષના માથા તેમજ શરીર પર ૬થી ૭ ઘા ઝીંકી દીધા હતા. આ દરમિયાન હાર્દિક કંટારીયાએ લાકડાનો ધોકો લઈને પિયુષ પર હુમલો કર્યો, જેના કારણે પિયુષ નીચે પડી ગયા હતા. ઘટના દરમિયાન પિયુષભાઈની પત્ની અને દીકરી વચ્ચે છોડાવવા પડ્યા, ત્યારે સુનિલે પિયુષભાઈની પત્નીને પણ છરીનો ઘા માર્યો, જ્યારે હાર્દિકે દિકરી અને તેમના દાદાને લાકડાના ધોકાથી માર માર્યો. હુમલા બાદ બંને આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં ઘોઘા પોલી ઘટનાસ્થળે પહોંચી અને પિયુષભાઈને સારવાર માટે ઘોઘા રકારી દવાખાને ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે હુમલામાં ઈજાઓ થવાથી પિયુષભાઈની પત્ની, દીકરી અને દાદાને પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જે બાબતે પિયુષભાઈની દીકરીએ ઘોઘા પોલી સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જમવા જેવી સામાન્ય બાબતે શરુ થયેલી બોલાચાલી બાદ મામરારી અને હત્યાનો આ ગંભીર કિસ્સાએ ભાવનગર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. જેના કારણે સ્થાનિક લોકોમાં આઘાત અને ગુસ્સો જાવા મળી રહ્યો છે. પોલીસે હાલ આ મામલે મ્દ્ગજી ની કલમ ૧૦૩(૧), ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩(૫) હેઠળ ગુનો નોંધી, હત્યાના આરોપમાં સુનિલ કંટારીયા તેમજ હાર્દિક કંટારીયાની ધરપકડ કરી છે અને વધુ તપા હાથ ધરી છે, જેથી ઘટનાના અન્ય પાસાઓ અને આરોપીઓના ઈરાદાઓનો ખુલાસો થઈ શકે.