ભાવનગરમાં તળાજા, જેસરમાં ૬ ઈંચ વરસાદ પડતાં ગામ જળબંબાકાર થઈ ગયું છે. મહુવામાં ધોધમાર વરસાદ વરસતાં પ્રથમ વરસાદે જ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. મોસમનો પ્રથમ વરસાદ ૬ ઈંચ જેટલો વરસતાં લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.
વહેલી સવારથી જ પંથકમાં જારદાર વરસાદ પડયો હતો વાઘનગર, માળવાવ, જાદરા, નેસવડમાં વરસાદથી બગડ નદી બે કાંઠે વહેતી થઈ છે. શહેરના ગાંધી બાગ, સ્ટેશન રોડ પર પાણી ભરાયા છે,એસટી બસ સ્ટેન્ડ, મેઘદૂત સર્કલ, ખાર જાપામાં સર્વત્ર પાણી ભરાયેલા જાવા મળ્યાં છે. નવા ઝાંપા, સોની બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે. કેબીન ચોક તેમજ અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ગુજરાતમાં રાજ્યમાં અત્ર-તત્ર-સર્વત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગનાં નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યા છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી દેશનાં ઘણા ભાગોમાં વરસાદ પડશે.
ગુજરાત સહિત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, અમરેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ખેડા, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.