ભાવનગરના દોડવીર બાલકૃષ્ણભાઈ પરમારે ભાવનગરથી દ્વારકા સુધીનું ૬૦૨ કિલોમીટરનું અંતર માત્ર ૭૨ કલાકમાં દોડીને પૂર્ણ કરવાનો અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાનો સંકલ્પ લીધો છે. આ સંકલ્પને સાકાર કરવા માટે તેઓ સતત દોડ કરી રહ્યા છે. જ્યારે બાલકૃષ્ણભાઈ પરમાર રાજુલા શહેર નજીક પહોંચ્યા, ત્યારે શહેરના મુસ્લિમ સમાજના યુવાનો, વિશ્વ હિન્દુ પરિષદના તમામ આગેવાનો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.