ભારત અમેરિકાનો મુખ્ય વેપારી ભાગીદાર છે. ગયા વર્ષે બંને દેશો વચ્ચેનો વેપાર ઇં૧૩૦ બિલિયન જેટલો હતો. આવી સ્થિતિમાં, ટ્રમ્પની જાહેરાત દ્વિપક્ષીય વેપાર માટે એક આંચકો છે. યુએસ ચેમ્બર ઓફ કોમર્સને ડર હતો કે નવા ટેરિફથી વ્યાપારિક વિશ્વાસને નુકસાન થશે અને ૨૦૨૫-૨૬માં વેપારમાં ૧૫ થી ૨૦ બિલિયનનો ઘટાડો થઈ શકે છે. યુએસે પહેલાથી જ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ૫૦ ટકા અને ઓટો સેક્ટર પર ૨૫ ટકા ડ્યુટી લાદી છે.
ભારતના જે ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થશે તેમાં રત્નો અને ઝવેરાત, ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ઓટોમોબાઇલ્સ અને સ્પેરપાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને કાપડ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. અમેરિકા આ ક્ષેત્રો માટે એક મોટું બજાર છે.આઇટી સેવાઓ, એફએમસીજી, ટેલિકોમ, રિયલ એસ્ટેટ, બેંકિંગ અને પાવર સેક્ટર પર વધુ અસર નહીં થાય.અમેરિકા સાથેના વેપારમાં આ ક્ષેત્રોનો હિસ્સો ખૂબ ઓછો છે. ભારતની આઇટી કંપનીઓ અમેરિકામાં વ્યવસાય કરે છે, પરંતુ તે સેવા શ્રેણી હેઠળ આવે છે, જે ટેરિફની બહાર છે.
ટ્રમ્પે ૨ એપ્રિલે ભારત પર ૨૬ ટકા ટેરિફની જાહેરાત કરી હતી, જેને પાછળથી ૯૦ દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી. હવે ૨૫ ટકા ટેરિફ ચીન સિવાયના અન્ય એશિયન દેશો કરતાં વધુ છે. ટ્રમ્પે ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, વિયેતનામ અને જાપાન પર ૨૦ ટકા કે તેથી ઓછો ટેરિફ લાદ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ સંઘર્ષ વચ્ચે, એપલ સહિત કેટલીક મોટી અમેરિકન કંપનીઓએ તેમનું ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરવાનું શરૂ કર્યું હતું. જા આ ટેરિફ રહેશે તો ભારતને નુકસાન થશે.
દરમિયાન, ૧ ઓગસ્ટથી ભારતમાંથી આયાત થતા તમામ ઉત્પાદનો પર ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાતના થોડા કલાકો પછી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સ્વર બદલાયેલો હોય તેવું લાગે છે. સમાચાર એજન્સી છદ્ગૈં દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર કે શું તેઓ ભારત સાથે ટેરિફ પર વાટાઘાટો કરવા તૈયાર છે? ટ્રમ્પે કહ્યું, ‘અમે હમણાં તેમની સાથે વાત કરી રહ્યા છીએ. આપણે જાઈશું કે શું થાય છે? ભારત વિશ્વમાં સૌથી વધુ અથવા લગભગ સૌથી વધુ ટેરિફ લાદતો દેશ હતો. આપણે જાઈશું. અમે હાલમાં ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ.