ભારતે વિશ્વમાં વધતી જતી અસ્થિરતા  અને નવી શાસ્ત્રીસ્પર્ધાને રોકવાની જરૂરિયાત પર ભાર મુક્યું છે. જીનીવામાં નિઃશાસ્ત્રકરણ પરના પરિષદને સંબોધતા, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કર્યા. તેમણે કહ્યું કે આજે સુરક્ષા વાતાવરણ ખૂબ જ અનિશ્ચિત છે. લશ્કરી ખર્ચ વધી રહ્યો છે, અને જૂના શ† નિયંત્રણ કરાર નબળા પડી રહ્યા છે.
વિદેશ સચિવે ‘ન્યૂ સ્ટાર્ટ’ સંધિની સમાપ્તિને વૈશ્વિક  શ† નિયંત્રણ માટે મોટો ફટકો ગણાવ્યો. તેમણે કહ્યું કે વૈશ્વિક  સુરક્ષા માટે વ્યૂહાત્મક સ્થિરતા  જાળવવી હવે પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. ભારત એક જવાબદાર પરમાણુ શકિત  છે. ભારત તેની પરમાણુ નીતિ હેઠળ વિશ્વસનીય લઘુત્તમ અવરોધ જાળવવા માટે પ્રતિબદ્ધ છે.
ભારત “નો-ફર્સ્ટ યુઝ” ની નીતિનું પાલન કરે છે. વધુમાં, ભારત એવા દેશો સામે પરમાણુ શાસ્ત્રનો ઉપયોગ કરશે નહીં જેમની પાસે પરમાણુ શાસ્ત્ર  નથી. વિક્રમ મિશ્રીએ પરમાણુ નિઃશાસ્ત્રકરણ માટે તબક્કાવાર અને ભેદભાવ વિનાના અભિગમની હિમાયત કરી. તેમણે જણાવ્યું હતું કે ભારત એવી સિસ્ટમ ઇચ્છે છે જે વૈશ્વિક  સ્તરે સ્વીકૃત અને યોગ્ય રીતે ચકાસાયેલ હોય. તેમણે ફિસાઇલ મટિરિયલ કટ-ઓફ સંધિ પર વાટાઘાટોને પણ ટેકો આપ્યો હતો.
ભારતે ટેકનોલોજીના ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફારો અંગે પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા. વિદેશ સચિવે જણાવ્યું હતું કે નવી તકનીકો લશ્કરી ક્ષમતાઓમાં વધારો કરી રહી છે, પરંતુ નવા જાખમો પણ પેદા કરી રહી છે. તેમણે માંગ કરી હતી કે સંયુક્ત રાષ્ટ્ર  આ તકનીકોના સુરક્ષા પ્રભાવની તપાસ કરે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે, તેમણે સ્પષ્ટતા કરી કે સૈન્યમાં છૈં નો ઉપયોગ જવાબદારીપૂર્વક થવો જાઈએ. આંતરરાષ્ટ્રીય  નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે માનવ નિર્ણય અને દેખરેખ મહત્વપૂર્ણ છે.
તેમણે સમજાવ્યું કે ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વિશ્વસનીય એઆઇ માટે એક સ્થાનિક માળખું સ્થાપિત કર્યું છે. આ માળખું સુરક્ષા અને પારદર્શિતા જેવા સિદ્ધાંતો પર આધારિત છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પરમાણુ શસ્ત્રી સંબંધિત નિર્ણયો સંપૂર્ણપણે માનવ હાથમાં રહેશે. વિદેશ સચિવે ભારતમાં યોજાયેલા એઆઇ ઇમ્પેક્ટ સમિટ ૨૦૨૬નો પણ ઉલ્લેખ કર્યો, જેમાં ૧૦૦ થી વધુ દેશોએ હાજરી આપી હતી. સમિટમાં એઆઇ ટેકનોલોજીને તમામ દેશોમાં, ખાસ કરીને ગ્લોબલ સાઉથમાં વિસ્તૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અવકાશ સુરક્ષા અંગે, તેમણે જણાવ્યું હતું કે બાહ્ય અવકાશ સહકારનું ક્ષેત્ર હોવું જાઈએ, સંઘર્ષનું નહીં. ભારત અવકાશમાં શસ્ત્રીની સ્પર્ધાને રોકવા માટે કાનૂની નિયમોનું સમર્થન કરે છે. વધુમાં, ભારત ડિસેમ્બર ૨૦૨૫ માં જૈવિક શસ્ત્રી  સંમેલનની ૫૦મી વર્ષગાંઠ નિમિત્તે એક પરિષદનું આયોજન કરશે. અંતે, તેમણે બધા દેશોને ક્ષુદ્ર હિતોને બાજુ પર રાખીને સામૂહિક સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને મજબૂત રાજકીય ઇચ્છાશÂક્ત દર્શાવવા અપીલ કરી.