ભારતીય સેનામાં સિગ્નલ કંપનીમાં પાછલા ૨૩ વર્ષથી સૈનિક તરીકે સેવા આપતા અમિત ધોળકિયા બીમારી બાદ શહીદ થતા, તેમના મૃતદેહને દિલ્હીથી જુનાગઢ ખાતે લવાયો હતો. અહીં પુરા રાજકીય સન્માન સાથે શહીદ અમિત ધોળકિયાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.હીદ અમિત ધોળકિયાની સ્મશાન યાત્રા જુનાગઢ શહેરના માર્ગો પર ફરીને સોનાપુરી સ્મશાન ખાતે આવી પહોંચતા, અહીં પણ હજારોની સંખ્યામાં લોકોએ શહીદ અમિત ધોળકિયાને અંતિમ સલામી સાથે વિદાય આપી હતી.જૂનાગઢના વિર સપુત અમિત ધોળકિયા પાછલા ૨૩ વર્ષથી ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવતા હતા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના દિવસે અમિત ધોળકિયા ભારતીય સેનામાં ૨૪ વર્ષની યશસ્વી સૈનિક સફર પૂરી કરીને નિવૃત્ત થનાર હતા, પરંતુ લદાખ કારગીલ સરહદ પર તેમના પોસ્ટિંગ દરમિયાન ફેફસામાં થયેલા ઇન્ફેક્શનને કારણે તેને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અહીં સૈનિક હોસ્પિનટલમાં તેમની સારવાર કરવામાં આવી હતી, પરંતુ શરીરના સૌથી મહત્વના અંગ ફેફસાનું ઇન્ફેક્શન ખૂબ જ ગંભીર રીતે આગળ વધતા અમિત ધોળકિયા પાંચમી નવેમ્બર અને બુધવારના દિવસે શહિદ થયા હતા.જેમના મૃતદેહ આજે જુનાગઢ આવી પહોંચતા શહીદ અમિત ધોળકિયાની અંતિમયાત્રા જુનાગઢના રાજમાર્ગો પર ફરીને સોનાપુરી સ્મશાન ખાતે  આવી પહોંચી હતી. જ્યાં પુરા સૈનિક સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જૂનાગઢના વિર સપૂત અમિત ધોળકિયાને અંતિમ વિદાય આપવા માટે હજારોની સંખ્યામાં જુનાગઢના સામાન્ય શહેરીજનો પણ હાજર રહ્યા હતા. જુનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતેથી શહીદ અમિત ધોળકિયાના પાર્થિવ દેહને ભારતીય સૈન્યના વાહનમાં રાખવામાં આવ્યા હતા. અહીંથી સ્મશાન યાત્રા શરૂ થઈ અને જુનાગઢ શહેરના રાજમાર્ગો પર ફરીને સોનાપુરી સ્મશાન ખાતે આવી પહોંચી હતી.જે માર્ગ પર અમિત ધોળકિયાની સ્મશાન યાત્રા નીકળી હતી, તે માર્ગો પર જુનાગઢના લોકોએ પુષ્પ વર્ષા અને વીર શહીદ અમિત ધોળકિયા અમર રહેના નારા સાથે જુનાગઢના સપૂતને અંતિમ સલામી સાથે આખરી વિદાય આપી હતી. આ પ્રસંગે પરિવારના સભ્યો અને સર્વ લોકોની આંખમાં આંસુ પણ આવી ગયા હતા.