ટી ૨૦ એશિયા કપ ૨૦૨૫ આવતા મહિને ૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને એવું માનવામાં આવે છે કે આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત ૨૦ ઓગસ્ટે થઈ શકે છે. છેલ્લા કેટલાક સમયથી, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. હવે ભારતીય ટીમના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ આગાહી કરી છે કે ભારતીય ટીમ એશિયા કપ ૨૦૨૫નો ખિતાબ જીતી શકે છે.
મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ કહ્યું કે મને ખબર છે કે જે પણ પસંદ થશે તે દેશ માટે શ્રેષ્ઠ હશે અને મને ઇંગ્લેન્ડમાં ભારતના પ્રદર્શન પર ખૂબ ગર્વ છે. મને વિશ્વાસ છે કે આપણે ચોક્કસપણે એશિયા કપ (જે ટી ૨૦ ફોર્મેટમાં રમાશે) જીતીશું કારણ કે તે પછી આપણે ભારતમાં ટી ૨૦ વર્લ્ડ કપ (૨૦૨૬ માં) રમીશું. કપિલ દેવ સાથે લગભગ અડધા દાયકા સુધી મજબૂત ઝડપી બોલિંગ ભાગીદારી બનાવનારા ચેતન શર્માએ ટેસ્ટ અનેડ્ઢૈં માં ૧૨૫ થી વધુ વિકેટ લીધી.
ચેતન શર્માએ કહ્યું કે જો મેડિકલ ટીમ સલાહ આપે, જો ડાક્ટર મને કહે કે મારે એન્ટીબાયોટિક્સ લેવી પડશે તો મારે તે કરવું પડશે. જો અમારા ફિઝિયો કોઈ ખેલાડીને વર્કલોડનું સંચાલન કરવાનું કહી રહ્યા હોય, તો મને લાગે છે કે આપણે તેમની વાત સાંભળવી જોઈએ કારણ કે તેઓ વસ્તુઓને વધુ સારી રીતે સમજે છે. જ્યારે તમે તમારી પોતાની જમીન પર (વર્લ્ડ કપ) રમી રહ્યા છો, ત્યારે તે મોટી વાત છે. જો ઈરાદો સાચો હશે તો પરિણામો પણ સારા આવશે.
ભારતીય ક્રિકેટ ટીમ એવી ટીમ છે જેણે સૌથી વધુ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારતે અત્યાર સુધીમાં ૮ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે, જેમાંથી તેણે ૭ વખત વનડે ફોર્મેટમાં અને એક વખત ટી ૨૦ ફોર્મેટમાં ટ્રોફી જીતી છે. શ્રીલંકાએ ૬ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. બીજી તરફ, પાકિસ્તાને બે વાર એશિયા કપ ટ્રોફી જીતી છે.