વિજય હજારે ટ્રોફી ૨૦૨૫-૨૬ ની પહેલી સેમિફાઇનલ મેચ કર્ણાટક અને વિદર્ભ વચ્ચે બીસીસીઆઇ સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ-૧ ખાતે રમાઈ હતી. વિદર્ભે મેચ ૬ વિકેટથી જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ૨૫ વર્ષીય બેટ્‌સમેન અમન મોખાડેએ વિદર્ભના ટાઇટલ જીતવાના અભિયાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમણે કર્ણાટક સામેની સેમિફાઇનલમાં ૨૮૧ રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ૧૨૨ બોલમાં શાનદાર ૧૩૮ રન બનાવ્યા હતા. આ ઇનિંગ સાથે, અમને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી ગ્રીમ પોલોકના લિસ્ટ-એ ક્રિકેટમાં એક મોટા વિશ્વ રેકોર્ડની બરાબરી કરી.
વિદર્ભ માટે જમણા હાથના ઓપનિંગ બેટ્‌સમેન અમન મોખાડેને ગયા સિઝનમાં એક પણ મેચ મળી ન હતી. આ વખતે, અમને વર્તમાન વિજય હજારે ટ્રોફીમાં નવ મેચમાં પાંચ સદી ફટકારીને પોતાની તકનો સંપૂર્ણ લાભ ઉઠાવ્યો છે. કર્ણાટક સામેની સેમિફાઇનલમાં ૧૩૮ રનની ઇનિંગ સાથે, અમને લિસ્ટ-એ ક્રિકેટમાં પોતાના ૧૦૦૦ રનનો આંકડો પણ પૂર્ણ કર્યો. આ સાથે, અમન દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ખેલાડી ગ્રીમ પોલોક સાથે લિસ્ટ છ ફોર્મેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ૧,૦૦૦ રન બનાવનાર વિશ્વ ક્રિકેટમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે. અમન મોખાડેએ અત્યાર સુધી કુલ ૧૭ લિસ્ટ છ મેચ રમી છે, જેમાં ૧૬ ઇનિંગ્સમાં બેટિંગ કરી છે અને ૬૭.૫૩ ની સરેરાશથી ૧૦૧૩ રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે.
અમન પાસે ફાઇનલમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની પણ તક છે. વિદર્ભે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે, પરંતુ તેઓ ૧૮ જાન્યુઆરીએ  સૌરાષ્ટ અને પંજાબ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સામે ટકરાશે. ટાઇટલ મેચમાં, અમન પાસે વિજય હજારે ટ્રોફીની એક જ સિઝનમાં સૌથી વધુ સદીઓ માટે કરુણ નાયર અને એન. રવિચંદ્રન અશ્વિન ને પાછળ છોડીને વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક હશે. તેણે હવે આ સિઝનમાં અત્યાર સુધી જગદીશનના પાંચ સદીના રેકોર્ડની બરાબરી કરી છે. જા અમન ફાઇનલમાં સદી ફટકારવામાં પણ સફળ થાય છે, તો તે વિજય હજારે ટ્રોફીની એક સિઝનમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની જશે.