અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સાહેબ અને એસ.પી. સંજય ખરાતની શુભેચ્છા મુલાકાત લઈ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ ધીરુભાઈ ધાખડા, જિલ્લા પ્રમુખ સામતભાઈ જેબલિયા, વિનુભાઈ દુધાત, જિલ્લા પ્રચાર પ્રમુખ બિમલભાઈ કાછડીયા, બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનસુરીયા અને હસુભાઈ ભડકણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.