હરિયાણાના ચરખી દાદરીથી દુઃખદ સમાચાર આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય શૂટિંગ ખેલાડી મનુ ભાકરના નાની અને મામાનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. મહેન્દ્રગઢ બાયપાસ રોડ પર સ્કૂટર અને બ્રેઝા કાર વચ્ચે ટક્કર થવાને કારણે આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે આંતરરાષ્ટ્રીય ખેલાડી મનુ ભાકરના મામા અને દાદીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.
આપને જણાવી દઈએ કે, અકસ્માત બાદ ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. તે જ સમયે, શહેર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિતની પોલીસ ઘટનાસ્થળની તપાસમાં વ્યસ્ત હતી.
તમને જણાવી દઈએ કે માત્ર ૨ દિવસ પહેલા જ મન્નુ ભાકરને રાષ્ટ્રપતિના હસ્તે ખેલ રત્ન એવોર્ડ મળ્યો હતો. મનુ ભાકરને શુક્રવારે રાષ્ટ્રીય રમત પુરસ્કાર ૨૦૨૪ ના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. ૨૨ વર્ષીય મનુ ભાકરે ગયા વર્ષે પેરિસ ઓલિમ્પીકમાં ૧૦ મીટર એર પિસ્તોલ વ્યક્તિગત અને ૧૦ મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે ઓલિમ્પીકના એક જ સંસ્કરણમાં બે મેડલ જીતનાર સ્વતંત્ર ભારતની પ્રથમ ખેલાડી બની. ઓલિમ્પીક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા શૂટર ભાકર, જા મહિલાઓની ૨૫ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ચોથા સ્થાને ન રહી હોત તો તે ત્રીજા મેડલ જીતી શકી હોત.