ભાયાવદર પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી રથ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ કાર્યક્રમની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વડિયાના નાયબ મામલતદાર મંગલસિકા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લાયઝન તરીકે CRC કાળુભાઈ વાળા, ગામના સરપંચ સુરેશભાઈ કાછડિયા અને તેમની ગ્રામ પંચાયતની ટીમ, ભાયાવદર પ્રાથમિક શાળાની SMCની ટીમ, તેમજ ગામના વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. બાલવાટિકામાં પ્રવેશ કરનાર બાળકોને વાવડી મંડળી તરફથી પ્રેમપૂર્વક દફતર કીટ આપવામાં આવી હતી. અંતમાં, શાળાના આચાર્ય ચંદુભાઈ સાવલિયા અને સ્ટાફ વતી હાજર રહેલા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.