ધારીના ભાડેર ગામના શ્રી વિદ્યા ભારતી શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ કરાટે સ્પર્ધામાં શિલ્ડ તેમજ વિવિધ મેડલ પ્રાપ્ત કર્યા છે. સંકુલના વિદ્યાર્થીઓ દેવમુરારી આર્યા, ડાંકી દેવાંગ, પરમાર મયંક, સાવલિયા પૃષ્ટિ, ડાંકી નાજુક, સાવલિયા કુંજ, દેવાણી ક્રિના, દેવમુરારી તમન્ના, પરમાર આદિત્ય, કુબાવત વિશ્વાએ વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરીને શાળા-પરિવારનું નામ રોશન કર્યું છે. ટીપીઇઓ અતુલભાઇ કાથરોટિયા, બીઆરસી અતુલભાઈ દવેએ શાળાના આચાર્ય-સંચાલક ભાવેશભાઈ દેવમુરારીના સખત પરિશ્રમને અભિનંદન આપેલ છે.