અલ્પેશ કથીરીયા પાટીદાર છે અને ગણેશ જાડેજા ક્ષત્રિય છે.. કેટલાક લોકોએ આને ક્ષત્રિય નેતાઅને પાટીદાર નેતા વચ્ચેની લડાઇ ગણાવી પરંતુ પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાનું કહેવું છે કે ગોંડલની ઘટના રાજપૂતો-પાટીદારોની હતી જ નહીં

ગુજરાતના તમામ સમાચારોમાં રવિવારે ગોંડલ ટોચ પર રહ્યું હતું.. રવિવારે ગોંડલમાં અલ્પેશ કથીરીયાના સમર્થકો અને ગણેશ જાડેજાના સમર્થકો સામે-સામે આવી ગયા હતા.. ગાડીઓના કાચ પણ તૂટ્યા અને કાર નીચે કચડી નાંખવાનો પ્રયાસ થયાની ફરીયાદો પણ થઇ… એક જ પાર્ટીના આ બે નેતાઓ વચ્ચેનું ઘર્ષણ ખુબજ ચર્ચામાં છે..

અલ્પેશ કથીરીયા પાટીદાર છે અને ગણેશ જાડેજા ક્ષત્રિય છે.. કેટલાક લોકોએ આને ક્ષત્રિય નેતાઅને પાટીદાર નેતા વચ્ચેની લડાઇ ગણાવી પરંતુ પાટીદાર અગ્રણી પરસોતમ પીપળીયાનું કહેવું છે કે ગોંડલની ઘટના રાજપૂતો-પાટીદારોની હતી જ નહીં.

પરષોતમ પીપળીયાએ કહ્યું કે આ એક વર્ચસ્વની લડાઇ છે. એક પરિવારનું ગોંડલમાં વર્ચસ્વ છે તેને તોડવાની લડાઇ છે. તેમણે કહ્યું કે કોઇપણ વિરોધ લોકશાહીમાં આવકાર્ય છે.

તેમણે કહ્યું કે ગોંડલમાં જે હિંસા થઇ તે નહોતી થવી જોઇતી.. તેમણે કહ્યું કે પોલીસને જાણ હતી છતા આગોતરુ આયોજન કર્યુ નહીં, સાથે જ કહ્યું કે ગોંડલમાં ગઇકાલે જે કંઇ થયું તેના પરથી સાબિત થયું કે ગોંડલ મિર્જાપુર છે. તેમણે એમ પણકહ્યું કે પોલીસ પણ સત્તાધારી પક્ષના લોકો દ્વારા જે કહેવામાં આવે તે મુજબ જ કામ કરે છે.