અમદાવાદમાં રહેતી એક યુવતીએ બગસરા તાલુકા ભાજપના આગેવાન સામે દુષ્કર્મ અને હાઈબ્રીડ ગાંજાનો સપ્લાયર હોવાનો આક્ષેપ કરતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. યુવતીએ ધારાસભ્યના પુત્ર સામે પણ ગાંજાનો સપ્લાયર હોવાનો ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે. યુવતીએ ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં ખુલાસો કર્યો હતો ભાજપના આગેવાન સાથે મારા પતિને મિત્રતા હતી. હું મારા પતિ સાથે રિસોર્ટમાં મોડલીંગ માટે ગયા હતા ત્યારે મારા પતિએ મિત્રતાને લીધે ભાજપના આગેવાનને પણ ગીર રિસોર્ટમાં બોલાવેલો હતો. મારા પતિ કામસર બહાર જતા તેણે મારા રૂમમાં આવી મોડલીંગને લગતી ચર્ચા કરી હતી અને કોલ્ડ્રીંક્સ આપ્યુ હતુ. જે પીધા પછી હું બેહોશ થઈ જતા મારી પર દુષ્કર્મ આચરી મારા નગ્ન ફોટા પાડી જા કોઈને આ વાત કરીશ તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ભાજપના આગેવાને મને એવુ કહ્યું કે બેંગકોકમાં જ્વેલરી શો રૂમ માટે મોડલીંગમાં જવાનુ છે જેથી મને રોકડ રકમ પણ મોકલી હતી. આથી મારો પરિવાર બેંકકોક ગયો હતો અને બે દિવસ પછી તે બેંકકોક આવ્યો હતો અને મને બે બેગ આપી હતી અને કહ્યું હતુ કે આમાં સોનાના બિસ્કીટ છે ત્યાં મારો ડ્રાઈવર લઈ જશે. જેથી બે બેગ લઈને મારા પરિવાર સાથે અમદાવાદ પહોંચતા જ કસ્ટમ વિભાગે ભાજપના આગેવાને આપેલી બેગમાંથી ૧૯ કિલો ગાંજા ઝડપી લીધો હતો. આ બાબતે ધારાસભ્યના પુત્રએ મારી માતાને કહ્યું કે ચિંતા ન કરો. બીજી બેગમાં પણ ગાંજા હોવાથી આ બેગમાંથી ગાંજા લઈ મારો પતિ અને ભાજપના આગેવાન ગાંજા વેચવા ગયા હતા. જા કે પીડીતાએ સોગંદનામુ, વાતચીતનું ચેટીંગ, ઓડીયો કોલ સહિતના રેકોર્ડીંગ પણ મીડીયાને આપ્યા છે.