“એવા શરીરના સુખ વગર મારા શરીરની તડપન તપી તપીને રાખ થઇ ગઇ. પછી શરીરનું સાચું સુખ અને ઘડીએ ઘડીએ ચરમસુખની ખરી મજા માણી અને અનુભવી હોય તો મેં તારી પાસેથી મેળવી છે, માણી છે, અને અનુભવી પણ છે. એટલે તો ભવોભવ હું તને તો નહીં જ ભૂલું… દામલ! જા ને અત્યારે પણ આ તારા હાથને મેં મારી છાતી પર શું કામ રાખ્યા હશે ? બસ, માત્ર તારા પ્રેમ માટે જ, મેં તને અગાઉ કહ્યું તેમ મારૂં એક લક્ષ્ય, મારો એક ઉદ્દેશ અને મારામાં જે રાજ છુપાયેલું છે તે આજે હવે હું તને સાચે સાચું કહીશ. આજે આ ઘરમાં આપણાં બે સિવાય ત્રીજુ કોઇ નથી, બા… તો બે દિવસ પછી આવવાના છે અને હા, હું એકપણ વાત છૂપાવ્યા વગર બધું જ સાચું કહીશ. મારા પર પુરો વિશ્વાસ રાખજે…” જ્યોતિ આટલું બોલી અટકી.
ત્યારે… દામલનો ચહેરો તો ખૂબ ખૂબ રડવાથી કંઇક અલગ પ્રકારનો દેખાઇ રહ્યો હતો. એ ચહેરા પર જ્યોતિએ તેના બન્ને હાથ પ્રેમથી ધીરે ધીરે ફેરવ્યા અને પ્રેમથી દામલને પલંગ પર લાંબો થઇ જવા આજીજી કરી. એટલે ડૂસકાં શાંત થતાં દામલ હિંડોળા પરથી ઊભો થયો ને જ્યોતિના રૂમમાં પથારીમાં લાંબો થયો. સાચે જ દામલ અંદરથી તો સાવ પડી ભાંગ્યો હતો. એ તો તેના ભવિષ્યમાં ખોવાયો હતો કે જ્યાં ફક્ત અંધકાર જ દેખાતો હતો.
ત્યારે…, હવે જ્યોતિએ આડા થયેલા દામલના પેન્ટને….
હળવે હળવે, ધીમે ધીમે પેન્ટનું બટન અને ચેન ખોલી પછી ધીમેથી પેન્ટને સરકાવીને દૂર કર્યુ. એ જ રીતે શર્ટને પણ દૂર કર્યો. જ્યોતિ દ્વારા આવી બધી થઇ રહેલી ક્રિયાને દામલ તો માત્ર ટગર ટગર જાતો જ રહ્યો. જ્યોતિના નિખાલસ અને ભોળા દેખાતા ચહેરા પર કેવો નકાબ હશે… ? દામલ તો વિચારી વિચારીને થાકી ગયો. અનેક છોકરીઓના ચહેરા તેના સ્મૃતિપટ પર અંકાયા અને તરત જ ભૂંસાયા… આવું થતાં વળી તે કોઇ ગહન વિચારમાં વિચારી રહ્યો:
સ્ત્રીને સમજવી, ઓળખવી કે જાણવી એ તો અતિ મુશ્કેલ છે જ. જ્યોતિને કેવી અને કેટલી બધી ભોળી છોકરી માની હતી. અંત સુધી તે મેરિડ છે તેની રજમાત્ર ગંધ પણ તેણે આવવા દીધી ન હતી. અરે.., જમાનાના જાણતલ એવા બા… પણ તેને આજ દિન સુધી કયાં ઓળખી શક્યા છે ? વળી તેનું વર્તન પણ કેવું ? સાવ જ સાદુ અને સ્વભાવ તો સાવ નમ્રતાભર્યો. દેખાવે તો તે કેટલી બધી ભોળી ભાગે. તેને જાઇને બધા એમ જ સમજે કે આ… તો કુંવારી કળી છે પણ…
દામલના વિચારો અટકયા. તેની નજર હવે જ્યોતિ પર સ્થિર થઇ. જ્યોતિએ તેણે પહેરેલા કપડાં પણ હવે ધીમે ધીમે ઉતાર્યા. ને છેલ્લે છેલ્લે તો…તેના અંગ પર હવે માત્ર આંતરવસ્ત્રો જ શેષ રહ્યા હતા. વસ્ત્રો વગરની તેની
દેહાકૃતિ જાઇને દામલને અત્યારે કંઇક થવા માંડયું.. તેના શ્વાસ વધ્યા. ત્યાં તો જ્યોતિ પલંગ પર આવી દામલને બથ ભરી એમ જ લાંબી થઇ ગઇ. પછી, દામલના હોઠ પર તેણે તેની નાજુક અને કોમળ લાંબી આંગળીઓના ટેરવાં
મૃદુતાથી ફેરવવા શરૂ કર્યાં.
ગમતીલી એવી અને ફાટફાટ થતી જુવાન રૂપાળી મનભાવન છોકરીના મૃદુ સ્પર્શ માત્રથી પુરૂષ હંમેશા પાણી પાણી થઇ જ જાય. આ કંઇ નવું નથી. તેથી તો આવી પડેલા બધા દુઃખની ગહન ગર્તામાંથી બહાર નીકળી જઇ, દામલે જ્યોતિનો બીજા હાથ પકડીને એમ જ પૂછયું: “તું કુંવારી નથી પણ પરણેલી છે, ચાલ એ તો હું માની લઉ છું. પણ આ વાત મને અગાઉ કરી હોત તો, આ હદ સુધી આપણે પહોંચત જ નહીં. આવી વાત પહેલેથી તે મને કેમ ન કરી ? અને બીજી, બધી પરેણલી સ્ત્રીઓ હંમેશા તેના સેંથામાં સિંદુર તો અચૂક પૂરે જ છે. અને બીજું, પરણીત સ્ત્રી તેના ગળામાં મંગળસૂત્ર પણ પહેરે જ છે, તો તું તો…”
દામલનું આવું કહેવું સાંભળી જારદાર આંચકા સાથે જ્યોતિ ઝડપથી પથારીમાંથી બેઠી થઇ ગઇ. પછી તરત જ પલંગ નીચે ઊતરી થોડું ચાલીને ખીંટી પર લટકતું પેલું તેનું મોટું પર્સ લઇ પાછી આવીને પલંગ પર દામલ પાસે સામે જ બેસી ગઇ. પલંગ પર બેસતા જ તેણે પર્સ ખોલ્યું અને તેમાંથી એક ઝગારા મારતું મંગળસૂત્ર બહાર કાઢયું. એ મંગળસૂત્ર દામલના હાથમાં મૂકી બોલી:
“ જા, નીરખી નીરખીને જાઇ લે, આને સોને મઢેલું સાચું મંગળસૂત્ર કહેવાય, સમજ્યો ? આ મારૂં મંગળસૂત્ર છે… મારૂં ! પૂરા સાડાપાંચ તોલાનું છે. અને…” વળી પર્સમાંથી એક ચમકતી એવી અસલ ચાંદીની ડબ્બી બહાર કાઢીને એ પણ દામલના હાથમાં આપતા બોલી: “આ ચાંદીની નકોર ડબ્બી છે. સાચા સિંદૂરથી ભરેલી આ ડબ્બી કાયમ માટે મારા પર્સમાં હું રાખુ છું. મંગળસૂત્ર પણ સાથે જ હોય છે. અહીથી જ્યારે હું વિસાવદર જાઉં ત્યારે બસમાં જ મંગળસૂત્ર પહેરી લઉં અને સેંથામાં સિંદૂર પણ પુરૂં છું. હવે તારે વધુ કંઇ કહેવું છે ?”
(ક્રમશઃ)