અમરેલી સહિત સમગ્ર રાજયમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પુરૂ થઈ ગયુ છે. જેમાં અમરેલી લોકસભાની વાત કરીએ તો ગત લોકસભાની ચૂંટણી કરતા આ વખતની લોકસભાની ચૂંટણીમાં સરેરાશ પ% ઓછુ મતદાન નોંધાયુ હતું. અમરેલી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી લોકો ભાજપમાં જાડાયા હતા. જા કે આ પક્ષપલટુ આગેવાનો પણ વધુ મતદાન કરાવી શક્યા નહોતા. ભાજપમાં પક્ષપલટુઓનું આગમન થતા ભાજપના પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી જાવા મળી રહી હતી.
જેના કારણે પણ મતદાન ઓછુ થયું હોવાની ચર્ચાઓ થઈ રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે પક્ષપલટુઓને લઈ કાર્યકરોએ ભાજપ આગેવાનોને પણ રજૂઆત કરી હતી પરંતુ પક્ષમાં બાદબાકીને બદલે સરવાળાની નીતિ ચાલતી હોય જે આવે તેને કેસરિયો ધારણ કરાવી ફોટો સેશન કરાવવામાં આવતુ હતું. એક સમયે તો એવુ લાગતુ હતું કે, જાણે આગેવાનોને વધુમાં વધુ કોંગ્રેસના કાર્યકરોને તોડી ભાજપમાં ભેળવવામાં આવે તેવો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. કોંગ્રેસ અને આપના કાર્યકરો ભાજપમાં આવતા જ ભાજપના જુના જાગીઓ જાણે હાંસીયામાં ધકેલાઈ ગયા હોય તેવુ મહેસુસ કરતા હતા. જા કે હવે લોકસભાની ચૂંટણી પુરી થતા સાંસદ નારણભાઈ કાછડીયાએ સાવરકુંડલા ખાતે કાર્યક્રમમાં લોકસભાની બેઠકના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાની પસંદગીને લઈ ભાજપ મોવડી મંડળ સામે સવાલો ઉઠાવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.