અમરેલીમાં જેસીંગપરા ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા ‘‘શ્રીમદ ભગવત ગીતા જ્ઞાન સપ્તાહ -જીવનનો આધાર ગીતાનો સાર” પાંચ દિવસીય ગીતા જ્ઞાન અમૃતપાન રાજયોગીની બ.કુ. કિંજલદીદી કરાવી રહ્યા છે. જેસીંગપરામાં નીલકંઠ ચોક ખાતે તા.૨૭ માર્ચ થી ૩૧ માર્ચ સુધી દરરોજ રાત્રીના ૮.૩૦ થી ૧૦.૩૦ વાગ્યા સુધી આ આયોજન કરવામાં આવ્યું છે. આ ગીતા જ્ઞાન સપ્તાહનો પ્રારંભ બ્રહ્માકુમારીના મુખ્ય સંચાલિકા ગીતાદીદી સાનિધ્યમાં, જિલ્લા વિકાસ અધિકારી તથા જેસીંગપરાના અગ્રગણ્ય નાગરિકોની બહોળી હાજરીમાં દિપ પ્રજવલન ધ્વારા કરવામાં આવેલ. પ્રથમ દિવસેજ ૫૦૦ થી વધારે ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી ગીતા જ્ઞાનનું અમૃતપાન કર્યું હતું.










































