બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર-અમરેલી દ્વારા ૨૪ ઓક્ટોબર ૨૦૨૫થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી બિલિયન મિનિટ્‌સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ (શાંતિપૂર્ણ વિશ્વ માટે બ્રહ્માકુમારીઝની વૈશ્વિક પહેલ) અંતર્ગત દુનિયામાં હાલના સમયમાં તણાવ, દુઃખ અને અશાંતિભર્યા સંસારમાં વિશ્વ શાંતિ ફેલાવવાના આશયથી અમરેલીની શીતલ કૂલ પ્રોડક્ટ્‌સ કંપનીની આજે મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન, સેવા કેન્દ્રના સભ્યોએ કંપનીના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં સૌને સ્વયં શાંતિનો અનુભવ કરવા અને આવનારા ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ ના વર્લ્ડ મેડિટેશન ડે સુધી રોજ વિશ્વ શાંતિ માટે થોડો સમય ફાળવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. શાંતિપૂર્ણ જીવન જીવવા માટે પૂ. બ્રહ્માકુમારી ગીતાદીદી દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન શીતલ કૂલ પ્રોડક્ટ્‌સ લિમિટેડના ડાયરેક્ટર દિનેશભાઇ ભુવા તથા કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રહ્માકુમારીઝ પરિવારમાંથી BK તૃપ્તિદીદી, BK કંચનદીદી, BK દીપકભાઈ પટેલ અને BK બિમલભાઈ શેઠ પણ જોડાયા હતા.