બાબરા તાલુકાના ગળકોટડી ગામ નજીક આવેલા કૈલાસ ટેકરી ખાતે બ્રહ્મલીન પૂજ્ય ભવાનીબાપુ (કૈલાસબાપુ)ની પ્રથમ પુણ્યતિથિ નિમિતે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૭ આૅક્ટોબર શુક્રવારના રોજ પૂ. ભવાનીબાપુની ચલિત મૂર્તિ પ્રતિષ્ઠા, લઘુરૂદ્ર યજ્ઞ, ભજન-ભોજન ભંડારો તથા ધર્મસભા જેવા પાવન પ્રસંગો ઉજવાશે. આ આયોજનની પૂર્વસંધ્યાએ તા. ૧૬ આૅક્ટોબર રાત્રે ૯.૦૦ કલાકે ધાન્યાધીવાસ વિધિ યોજાશે. મુખ્ય પ્રસંગ તા. ૧૭ આૅક્ટોબર બપોરે ૧૨.૧૫ કલાકે મૂર્તિ પ્રતિષ્ઠા અને સવારે ૭.૩૦ કલાકે યજ્ઞ હેમાદ્રી વિધિ, સવારે ૮.૩૦ કલાકે પૂજા પ્રારંભ, સાંજે ૪.૩૦ કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ અને ધર્મસભા તથા સાંજે ૫.૦૦ કલાકે ભોજન પ્રસાદનું આયોજન રહેશે. રાત્રે ૧૦.૦૦ કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે.