ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાને લગતા કેસમાં કડક વલણ અપનાવતા, બોમ્બે હાઈકોર્ટે તેની મિત્ર વિદ્યાન માને કોઈપણ કથિત રીતે માનહાનિભરી ટિપ્પણીઓ કરવાથી રોક્્યા છે. પ્રખ્યાત સંગીતકાર અને ફિલ્મ નિર્માતા પલાશ મુછલ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવાની સુનાવણી દરમિયાન આ વચગાળાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ કેસ પલાશ મુછલ સામે નાણાકીય છેતરપિંડીના આરોપો અને ગંભીર વ્યક્તિગત દાવાઓથી ઉદ્ભવ્યો છે. માનેએ આરોપ લગાવ્યો હતો કે પલાશ મુછલે તેમની પાસેથી આશરે ૪૦ લાખ રૂપિયા લીધા હતા અને પૈસા પાછા આપ્યા ન હતા. તેમણે સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર પલાશના અંગત સંબંધો અંગે નિવેદનો પણ આપ્યા હતા, જેને મુછલે સંપૂર્ણપણે ખોટા
આભાર – નિહારીકા રવિયા અને માનહાનિકારક ગણાવ્યા હતા.
પલાશ મુછલના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપો કોઈપણ નક્કર પુરાવા વિના લગાવવામાં આવ્યા હતા. તે તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠા, સામાજિક છબી અને વ્યાવસાયિક કારકિર્દીને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે આવા નિવેદનો જાહેર પ્લેટફોર્મ પર સતત આપવામાં આવી રહ્યા છે, જેના કારણે તેમને માનસિક અને સામાજિક હેરાનગતિ થઈ રહી છે.
કેસની સુનાવણી કરતા, બોમ્બે હાઈકોર્ટે પ્રથમ દૃષ્ટિએ ઠરાવ્યું કે જા આવા આરોપો રોકવામાં નહીં આવે, તો તે ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન પહોંચાડી શકે છે. આના આધારે, કોર્ટે વિદ્યાન માનેને આદેશ આપ્યો કે તેઓ કોઈપણ પ્લેટફોર્મ પર પલાશ મુચ્છલ વિરુદ્ધ કોઈપણ વાંધાજનક, બદનક્ષીકારક અથવા અપ્રમાણિત નિવેદનો ન આપે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની મંજૂરી આપી શકાતી નથી, ખાસ કરીને જ્યારે આરોપોને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં ન આવે.
પલાશ મુચ્છલે આ કેસમાં વિદ્યાન માને સામે ૧૦ કરોડનો માનહાનિનો દાવો પણ દાખલ કર્યો છે. હાઈકોર્ટે માનેને બે અઠવાડિયામાં પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી ૧૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ થવાની છે.















































