બોટાદમાં એક સગીરની હત્યાની ઘટનાને પગલે ચકચાર મચી છે. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવમાં રાણપુરના જાળીલા ગામે અનુસુચિત સમાજના સગીરની હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસે રાણપુરના ધારપીપળા ગામના પારસ અને નરેશ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.પોલીસે ધરજીયા તેમજ તેના મિત્રો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. આ અંગે સગીરના પિતાએ ગત રાત્રીના રોજ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસે આરોપીઓને પકડવા વધુ તાપસ હાથ ધરી છે.