અમરેલી શહેરમાં દિવાળીના દિવસે મેમણ કબ્રસ્તાન સામેથી પોલીસે ત્રણ જુગારીને ૨૮૩૦ રુપિયાની રોકડ સાથે ઝડપી લીધા હતા. પોલીસે મહેશ ગોસાઇ, ઇલ્યાસ સેલોત, અસરફ કુરેશીને જુગાર રમતાં રૂ.૨૮૩૦ રોકડા સાથે ઝડપી લીધા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. કૌશિકભાઈ જેઠસુરભાઈ બેરા વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં મણિનગર ખોડિયાર માતાના મંદિર પાસેથી બે મહિલા સહિત નઇમભાઇ ઉર્ફે નયુમ દાઉદભાઇ ટાંક, મુરાદઅલી મનસુખઅલી લાખાણી, રીયાજભાઇ ઉર્ફે બાબુ આરીફભાઇ કસીરી જાહેરમાં ગંજીપત્તાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રમાડતા રોકડ રકમ રૂ.૧૨,૯૭૦ સાથે ઝડપાયા હતા.