વડોદરાના નવાપુરામાં યુવકની હત્યાની ઘટના સામે આવી છે. સંતોષ અને નીતિન રાજપૂત નામના બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં કપિલ નામનો યુવક વચ્ચે છોડાવવા ગયો હતો. બંને ભાઈઓની ઝપાઝપીમાં કપિલને માથામાં ડોલ વાગી હતી. જેથી ઉશ્કેરાઈને ઝઘડો છોડાવવા આવેલા કપિલે નીતિન પર છરીથી હુમલો કર્યો હતો.
છરીના ઘા વાગતા નીતિનનું મોત થયું હતું. જો કે, મૃતક નીતિન અને આરોપી કપિલ વચ્ચે જૂની અદાવત હોવાનું સામે આવ્યુ છે. મૃતક નીતિન સામે પણ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર ઘટનામાં પોલીસે હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, બે મિત્ર અને આમ ભાઈ જેમની વચ્ચે લેતી-દેતીમાં બોલાચાલી થઈ હતી. જેમાં આ કામનો આરોપી વચ્ચે પડતા જેના માથા પર આ ઝઘડામાં વાગ્યું હતું. જેના કારણે આ આરોપી કપિલ ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ પોતાના ઘરે જઈને એખ છરો લઈને આવે છે અને નીતિના છાતીના અને પેટના ભાગે છરાના ઘા કરે છે, જે ઘટના પગલે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.