સુપ્રીમ કોર્ટે કેરળના હાઇવે પર ૧૨ કલાકના જામ પર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે જા કોઈ વ્યક્તિને રસ્તાના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવામાં ૧૨ કલાક લાગે છે, તો તેણે ટોલ શા માટે ચૂકવવો જાઈએ.કેરળના ત્રિશૂર જિલ્લામાં એનએચ ૫૪૪ પર ટોલ પ્લાઝાના કેસની સુનાવણી દરમિયાન ઝ્રત્નૈં ગવઈએ આ ટિપ્પણી કરી હતી. વાસ્તવમાં, હાઇવેની ખરાબ સ્થિતિને કારણે હાઇકોર્ટે ટોલ વસૂલાત સ્થગિત કરી હતી. એનએચએઆઇએ કેરળ હાઇકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે એનએચએઆઇની અરજી પર નિર્ણય અનામત રાખ્યો છે.સીજેઆઇ  ગવઈ, જસ્ટીસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટીસ એન.વી. અંજારિયાની બેન્ચ સોમવારે જે કેસની સુનાવણી કરી રહી હતી તે કેરળ હાઇકોર્ટના હાઇવે પર ટોલ વસૂલાત બંધ કરવાના આદેશ સાથે સંબંધિત છે. હાઇકોર્ટે રસ્તાની ખરાબ સ્થિતિને કારણે ટોલ વસૂલાત બંધ કરી દીધી હતી અને સુપ્રીમ  કોર્ટે એનએચએઆઇની અરજી પર આના વિરુદ્ધ આદેશ અનામત રાખ્યો હતો. આ સમય દરમિયાન, એક વકીલે સુપ્રીમ કોર્ટની બહાર જામનો ઉલ્લેખ કર્યો હતો, જેના પર ચીફ જસ્ટીસ ગવઈએ વરસાદને લગતી આ મોટી ટિપ્પણી કરી હતી.કોર્ટે ૧૪ ઓગસ્ટે અરજી પર સુનાવણી કરવામાં અનિચ્છા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે જ્યારે રસ્તો સારી સ્થિતિમાં નથી ત્યારે અહીં લોકો પાસેથી ટોલ કેવી રીતે વસૂલવામાં આવે છે. આના કારણે લોકોને લાંબા જામમાં ફસાવવા પડે છે અને લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.