ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરુવારે કહ્યું હતું કે તેઓ ગાઝા શહેર પર કબજા કરવા માટે અંતિમ મંજૂરી આપશે. ઉપરાંત, અમે હમાસ સાથે વાટાઘાટો ફરી શરૂ કરીશું, જેનો હેતુ બાકીના તમામ ઇઝરાયલી બંધકોને પાછા લાવવા અને ઇઝરાયલની શરતો પર યુદ્ધનો અંત લાવવાનો છે.
નેતન્યાહુએ વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથેની બેઠકમાં અંતિમ મંજૂરી આપ્યાના થોડા દિવસો પછી જ ગાઝા શહેરમાં એક વિશાળ કાર્યવાહી શરૂ થઈ શકે છે. હમાસે આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે તે આરબ મધ્યસ્થીઓના યુદ્ધવિરામ પ્રસ્તાવ માટે સંમત થઈ ગયું છે. જા ઇઝરાયલ પણ તેનો સ્વીકાર કરે છે, તો હુમલો બંધ કરી શકાય છે.
ઇઝરાયલી સેનાએ વિસ્તૃત કામગીરી પહેલા ઉત્તરી ગાઝા પટ્ટીમાં તબીબી અધિકારીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને દક્ષિણ તરફ જવા માટે પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું છે. સેના ૬૦,૦૦૦ અનામત સૈનિકોને બોલાવવાની અને ૨૦,૦૦૦ વધારાના સૈનિકોની સેવા વધારવાની યોજના ધરાવે છે.
આ દરમિયાન, સ્થાનિક હોસ્પિટલો અનુસાર, ગુરુવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા ૩૬ પેલેસ્ટિનિયનોના મોત થયા હતા. દક્ષિણ ઇઝરાયલમાં સેનાના ગાઝા કમાન્ડની મુલાકાત દરમિયાન, નેતન્યાહૂએ કહ્યું કે તેઓ ગાઝા શહેરને ફરીથી કબજે કરવાની સેનાની યોજનાને મંજૂરી આપશે અને અધિકારીઓને સૂચના આપી કે “તમામ બંધકોને મુક્ત કરવા અને ઇઝરાયલને સ્વીકાર્ય શરતો પર યુદ્ધનો અંત લાવવા માટે તાત્કાલિક વાટાઘાટો શરૂ કરે.” તેમણે કહ્યું, “આ બે બાબતો – હમાસને હરાવવા અને આપણા બધા બંધકોને મુક્ત કરવા – એકસાથે ચાલે છે.