રાજસ્થાનના ડુંગરપુરનું દંપતી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ની યાત્રા સાથે અમરેલી પહોંચતા અહીં પાલિકા પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઇ રામાણી, લાયન્સ ક્લબ ઓફ અમરેલી (રોયલ)ના સેક્રેટરી લા. રાકેશભાઇ નાકરાણી સહિતનાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ડુંગરપુર પાલિકા સભ્ય બ્રિજેશ સોમપુરા અને તેમના પત્ની નીતાબેન સોમપુરાએ બેટી બચાવો, બેટી પઢાવો યાત્રા શરૂ કરી છે. આ દંપતી અમરેલી જિલ્લામાં ફરી લોકોને દીકરીઓ વિશેનું
મહત્વ સમજાવશે.