બેંક ઓફ બરોડાની મોટી કુંકાવાવ શાખા દ્વારા ૧૧૮મા ફાઉન્ડેશન દિવસની ભાવભેર ઉજવણી સૌ ગ્રાહકો સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે, શાખા વડા અર્પિત વ્યાસના નેતૃત્વ હેઠળ બેંકના સ્ટાફ અભિષેક કુમાર, જીતેન્દ્રભાઈ પરમાર, ઇમરાનભાઈ તરકવાડિયા, ઉમંગભાઇ દેથા, રીટાબેન રંગાડીયા અને બેંક મિત્ર જગદીશભાઈ કડેવાળના સમર્પિત સહયોગથી, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અંતર્ગત રૂ.૨ લાખનું વીમા કવચ આકાશભાઈ મનોજભાઈ સોલંકીને (નોમિનીને) દાવાનો ચેક પહોંચાડવામાં આવ્યો હતો. ઉજવણી દરમિયાન, સૌ ગ્રાહક મિત્રોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ, શાખા મેનેજર સાહેબ દ્વારા ખેડૂતોને પાક ધિરાણ લોન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કાર લોન, હોમ લોન અને મુદ્રા લોન જેવી વિવિધ યોજનાઓ વિશે પણ ગ્રાહકોને માહિતી આપીને તેમને લાભ લેવા પ્રોત્સાહિત કરાયા હતા.