આજે ગુરુવારે ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળો જાવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ આજે ૧.૯૬ ટકા અથવા ૧૫૦૮ પોઈન્ટના વધારા સાથે ૭૮,૫૫૩ પર બંધ થયો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી, ફક્ત ૨ શેરો લાલ રંગમાં અને ૨૮ શેરો લીલા રંગમાં
આભાર – નિહારીકા રવિયા બંધ થયા. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે ૧.૭૭ ટકા અથવા ૪૧૪ પોઈન્ટના વધારા સાથે ૨૩,૮૫૧ પર બંધ થયો હતો. આજે એનએસઇ પર ટ્રેડ થયેલા ૨૯૭૭ શેરોમાંથી ૧૮૪૭ શેર લીલા નિશાનમાં અને ૧૦૪૭ શેર લાલ નિશાનમાં બંધ થયા. બજારમાં આ ઉછાળા સાથે,એનએસઇ પર હાજર શેરનું કુલ માર્કેટ કેપ રૂ. ૪૧૨.૪૩ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, ગુરુવારે બધા સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા હતા. નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં સૌથી વધુ ૨.૨૩ ટકાનો વધારો નોંધાયો હતો. આ ઉપરાંત, નિફ્ટી પીએસયુ બેંક ૧.૬૪ ટકા, નિફ્ટી ઓટો ૧.૦૩ ટકા, નિફ્ટી એફએમસીજી ૦.૫૮ ટકા, નિફ્ટી આઇટી ૦.૨૩ ટકા, નિફ્ટી મીડિયા ૦.૨૩ ટકા, નિફ્ટી મેટલ ૦.૨૬ ટકા, નિફ્ટી ફાર્મા ૧.૨૧ ટકા, નિફ્ટી રિયલ્ટી ૦.૫૧ ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ ૧.૧૬ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૫૭ ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ૧.૨૩ ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર ૦.૬૧ ટકા અને નિફ્ટી મિડસ્મોલ ફાઇનાન્સિયલ સર્વિસિસ ૦.૬૩ ટકા વધ્યા હતા.