કુંકાવાવ ખાતે આવેલી બેંક ઓફ બરોડા શાખા દ્વારા ૧૧૮માં ફાઉન્ડેશન દિવસની ઉજવણી ગ્રાહકો સાથે કરવામાં આવી હતી.આ ઉજવણીમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ લેવા ગ્રાહક મિત્રોને માહિતગાર કર્યા હતા. શાખા મેનેજર દ્વારા ખેડૂતોને પાક ધિરાણ લોનની માહિતી આપવામાં આવી હતી તેમજ કાર લોન, હોમ લોન, મુદ્રા લોન વિશે ગ્રાહકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.