અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત બી.એન. વિરાણી ઉચ્ચતર માધ્યમિક ગર્લ્સ સ્કૂલ અમરેલી ખાતે શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (ગર્લ્સ), ચક્કરગઢ રોડ, અમરેલી ખાતે ધોરણ-૧૨ આટ્‌ર્સ, કોમર્સ અને સાયન્સની વિદ્યાર્થિનીઓ માટે બોર્ડ પરીક્ષાની તૈયારી અંગે પ્રેરણાત્મક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને યોગ્ય અભ્યાસ આયોજન, સમય વ્યવસ્થાપન અને આત્મવિશ્વાસ વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. અનુભવી સ્ટાફે બોર્ડ પરીક્ષાનું મહત્વ સમજાવી વિદ્યાર્થિનીઓને સકારાત્મક વિચાર સાથે તૈયારી કરવા પ્રોત્સાહિત કરી હતી.