બીઝેડ સ્કેમનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા હાલ વતન પહોચ્યો છે. વતન પહોચી ભૂખ્યા ડેરા ગામે ઝાલાએ માતાજીની આરતી ઉતારી છે. જેલ માથી બહાર આવ્યા પછી પણ આરોપીના રોલા યથાવત જાવા મળી રહ્યા છે.ભૂપેન્દ્ર ઝાલા આજે સમર્થકો, રોકાણકારોને મળવા હિંમતનગર જશે,જ્યાં તે હિંમતનગર નજીકના ગ્રોમોર કેમ્પસ ખાતે સમર્થકોને મળશે તેમજ તેમની સાથે વાતચીત કરશે. જાકે ઝાલાના જામીન થતા રોકાણકારોને મૂડી પરત મળવાની આશા સેવાઇ રહી છે. પરંતુ કેવી રીતે, અને ક્યારે રકમ ચૂકવાશે એની રાહ જાવાઈ રહી છે.આપને જણાવી દઈએ બીઝેડ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલા સામે સીઆઈડી ક્રાઈમ દ્વારા દાખલ કરવામાં આવેલી મૂળ ફરિયાદમાં, ભૂપેન્દ્ર ઝાલાએ ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત જામીન અરજી દાખલ કરી હતી, જેને હાઈકોર્ટે મંજૂર કરી હતી. હવે ઝાલા આઠ મહિનામાં જેલની બહાર આવશે.જીપીઆઇડી કાયદા હેઠળ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલી જાહેર નોટિસમાં રોકાણકારોના ૩૫ કરોડ રૂપિયાના દાવાઓ જાહેર થયા છે. ઓડિટમાં ૧૨૨ કરોડ રૂપિયાનો આંકડો જાહેર થયો છે. ફોરેન્સિક ઓડિટ મુજબ, કોઈ નવો રોકાણકાર પૈસા માંગવા માટે આગળ આવ્યો નથી. ભૂપેન્દ્ર ઝાલાની ૫૪ કરોડ રૂપિયાની મિલકતનો કબજા લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.જ્યારે પણ અરજદારે જામીન અરજી દાખલ કરી છે, ત્યારે એવું બહાર આવ્યું છે કે તેને પહેલા કરતા ઓછા પૈસા ચૂકવવા પડ્યા છે. વધુમાં, અરજદારનું ખાતું ફ્રીઝ થઈ ગયું હોવાથી, તે ચુકવણી કરી શક્યો નથી. આરોપી ડિસેમ્બરથી જેલમાં છે. કેસમાં ૭૦૦ થી વધુ સાક્ષીઓ છે, તેથી ટ્રાયલ લાંબી ચાલશે. મૂળરૂપે, આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યાં સુધી કોઈ ડિફોલ્ટ નહોતો. ત્યાં સુધી, રોકાણકારોને નિયમિત ચૂકવણી કરવામાં આવી રહી હતી. હાઇકોર્ટે આજે આરોપી અને સરકાર બંનેને સાંભળ્યા બાદ આરોપીને જામીન આપ્યા હતા.