જ્યારે સમગ્ર વહીવટી તંત્ર રાષ્ટીયપતિ ની નાલંદા મુલાકાત માટે વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતું, ત્યારે જિલ્લામાં બિહાર શરીફથી ખરાબ સમાચાર આવ્યા. મંગળવારે બિહાર શરીફના મઘરામાં માતા શીતળા માતા મંદિરમાં મોટી ભીડ વચ્ચે ભાગદોડ મચી ગઈ. અચાનક ભાગદોડમાં નવ મહિલા શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે છ અન્ય ઘાયલ થયા. ઘાયલોને સારવાર માટે બિહાર શરીફની મોડેલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. ઘણા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મૃતકોની ઓળખ દયાવંતી દેવી, માલો દેવી, કીર્તા દેવી, રીટા દેવી, આશા દેવી અને રેખા દેવી તરીકે થઈ છે, જે નાલંદાના રહેવાસી છે. અન્ય ત્રણની ઓળખ કરવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, ચૈત્ર મહિનાનો છેલ્લો મંગળવાર હોવાથી સવારથી જ મંદિરમાં ભક્તોની મોટી ભીડ એકઠી થઈ હતી. અચાનક અફવા ફેલાઈ, જેના કારણે ભાગદોડ મચી ગઈ. ઘણા લોકો ભીડના દબાણમાં આવી ગયા, અને ભીડમાં લોકો એકબીજા પર ચઢવા લાગ્યા. થોડા સમય પછી, જ્યારે ભીડ કાબૂમાં આવી, ત્યારે કચડાઈને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ બહાર આવવા લાગ્યા. ઘટનાસ્થળેથી નવ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
ઘટના પછી ઘટનાસ્થળે અંધાધૂંધી મચી ગઈ. સ્થાનિક લોકો અને વહીવટીતંત્રની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થતિને કાબુમાં લેવાનું શરૂ કર્યું. નાલંદા પોલીસની એક ટીમે ઘટનાની તપાસ શરૂ કરી છે. આગળની કાર્યવાહી ચાલુ છે.રાષ્ટીય પતિ દ્રૌપદી મુર્મુની આજે નાલંદા મુલાકાતને કારણે, વહીવટી તંત્ર પહેલેથી જ હાજર હતું, અને આ મોટી ઘટના સામે આવી. ઘટના પછી એક કલાક સુધી, લોકો તેમના સંબંધીઓને શોધવામાં વ્યસ્ત હતા. મોટાભાગના લોકો તેમના પરિવારો સાથે આવ્યા હતા, જેના કારણે બાળકોની સંખ્યા પણ વધુ હતી.
મુખ્યમંત્રી નીતિશ કુમારે નાલંદા જિલ્લાના બિહાર શરીફમાં શીતલા દેવી મંદિરમાં થયેલી ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત બદલ ઊંડી સંવેદના વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ કહ્યું, “આ ઘટના ખૂબ જ દુઃખદ છે અને મને તેનાથી ખૂબ જ દુઃખ થયું છે.” મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને મૃતકોના આશ્રિતોને પ્રત્યેકને રૂ. ૪ લાખ અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂ. ૨ લાખ (કુલ રૂ. ૬ લાખ) ની સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીની સૂચનાઓને અનુસરીને, વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે અને તેમને યોગ્ય સારવાર પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.
બિહાર વિધાનસભાના અધ્યક્ષ ડા. પ્રેમ કુમારે નાલંદાના માતા શીતળા મંદિરમાં પ્રાર્થના દરમિયાન થયેલી ભાગદોડ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “હું આ અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા તમામ શ્રદ્ધાળુઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન મૃતકોના આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્ત આપે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”પીએમ મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, “બિહારના નાલંદા જિલ્લામાં થયેલ અકસ્માત અત્યંત દુઃખદ છે. હું પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે હું પ્રાર્થના કરું છું.” પીએમએનઆરએફ તરફથી દરેક મૃતકના સગાને ૨ લાખની સહાય આપવામાં આવશે. ઘાયલોને ૫૦,૦૦૦ મળશે.