બિહારમાં વિધાનસભા ચૂંટણીને હવે બહુ દિવસો બાકી નથી. આ વર્ષના અંતમાં યોજાનારી ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. શનિવારે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લોકના સાથી પક્ષોએ અહીં લાંબી વિચારમંથન બેઠક યોજી હતી. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણી સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠક લગભગ છ કલાક ચાલી હતી.
ગઠબંધનની સંકલન સમિતિના વડા તેજસ્વી યાદવે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું – “હા, બેઠક વહેંચણી પર વાતચીત શરૂ થઈ ગઈ છે. પરંતુ હું હમણાં વધુ માહિતી આપી શકતો નથી. આ ચર્ચા એક આંતરિક મામલો છે અને જ્યારે બધું નક્કી થઈ જશે, ત્યારે અમે તેને જાહેર કરીશું.” ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીએ એવો પણ આરોપ લગાવ્યો કે જદયુ પ્રમુખ નીતિશ કુમારની આગેવાની હેઠળની દ્ગડ્ઢછ સરકાર એક “નકલ” છે જે યુવા આયોગની સ્થાપના અને વૃદ્ધાવસ્થા પેન્શન વધારવા જેવા તેમના વિચારો “ચોરી” કરી રહી છે.
તેજશ્વીએ કહ્યું, “મને ખાતરી છે કે ટૂંક સમયમાં ‘માઈ બહેન સન્માન યોજના’ પણ તેમના પક્ષના એજન્ડામાં સામેલ થશે.” તેમણે વચન આપ્યું છે કે જા તેમનો પક્ષ સત્તામાં આવશે, તો તેઓ રાજ્યની મહિલાઓને ૨,૫૦૦ રૂપિયા માસિક ભથ્થું આપશે. તેજસ્વીએ દાવો કર્યો હતો કે લોકો એનડીએ સરકારથી કંટાળી ગયા છે. આ સરકારમાં “દ્રષ્ટિ”નો અભાવ છે અને તે કાયદો અને વ્યવસ્થાને નિયંત્રિત કરવામાં અસમર્થ છે.
જ્યારે તેમનું ધ્યાન એ હકીકત તરફ દોરવામાં આવ્યું કે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન જેવા એનડીએ સાથી પક્ષોએ પણ કથળતી કાયદો અને વ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે, ત્યારે આરજેડી નેતાએ વળતો જવાબ આપ્યો, “તેઓએ કેન્દ્ર સરકારને કહેવું જાઈએ કે બિહારમાં ‘જંગલ રાજ’ પ્રવર્તે છે.”
કોંગ્રેસના બિહાર પ્રભારી કૃષ્ણા અલ્લાવરુ, વિકાસશીલ ઇન્સાન પાર્ટીના પ્રમુખ મુકેશ સાહની અને ત્રણ ડાબેરી પક્ષોના નેતાઓ ઇન્ડિયા બ્લોક બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક પછી, સહાનીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, “હા, બેઠક વહેંચણી અંગે વાતચીત શરૂ થઈ ગઈ છે. અમે હાલમાં તેના વિશે વિગતો શેર કરી શકતા નથી. અમે સંકલન સમિતિની રચના અને મતદાર યાદીના ખાસ સઘન સુધારણા દરમિયાન કોઈ મૂંઝવણ ન થાય તે સુનિશ્ચિત કરવાની વ્યૂહરચના અંગે ચર્ચા કરી.