બિહાર વિધાનસભા ચૂંટણીમાં જનસુરાજ પાર્ટીની કારમી હાર બાદ, તેના સ્થાપક પ્રશાંત કિશોર મૌન ઉપવાસ પર છે. પ્રશાંત કિશોર પશ્ચિમ ચંપારણના ભીતિહરવા ગાંધી આશ્રમમાં ૨૪ કલાકથી મૌન ઉપવાસ પર છે, પાર્ટીની હાર પર આત્મનિરીક્ષણ કરી રહ્યા છે. મૌન ઉપવાસ પર બેઠેલા પ્રશાંતનો ફોટો પણ સામે આવ્યો છે.સવારે આશ્રમ પહોંચ્યા પછી, પ્રશાંત કિશોરે મહાત્મા ગાંધીની પ્રતિમાને માળા પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ, તેઓ તેમની ટીમના મુખ્ય સભ્યો સાથે શાંતિથી ચિંતનમાં બેઠા હતા. આ સમય દરમિયાન આશ્રમ પરિસરમાં હજારો કાર્યકરો અને સમર્થકો હાજર હતા.પ્રશાંત કિશોરે ઉપવાસને રાજકીય ઘટના નહીં પરંતુ “આધ્યાÂત્મક પ્રાયશ્ચિત” ગણાવ્યું. જનસુરાજની ત્રણ વર્ષની સફર પછી, તેમણે આ પ્રશ્નના જવાબમાં આ પગલું ભર્યું છેઃ સંદેશ જનતા સુધી સંપૂર્ણ રીતે કેમ પહોંચવામાં નિષ્ફળ ગયો? બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો ૧૪ નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. દ્ગડ્ઢછએ જબરદસ્ત વિજય મેળવ્યો હતો, જ્યારે મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જનસુરાજ, જેણે તેની રેલીઓમાં મોટી ભીડ એકત્રિત કરી હતી, તે પોતાનું ખાતું પણ ખોલવામાં નિષ્ફળ ગયો હતો.એનડીએએ આ ચૂંટણીમાં ૨૦૨ બેઠકો મેળવી હતી, જ્યારે મહાગઠબંધનને ૩૫ બેઠકો મળી હતી. જનસુરાજ એક પણ બેઠક મેળવી શક્્યા ન હતા. આ પછી, ચૂંટણી પહેલા મોટા દાવા કરવા બદલ પ્રશાંત કિશોરને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમના બધા દાવા પાયાવિહોણા સાબિત થયા.ચૂંટણી હાર બાદ પ્રશાંત કિશોરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “નવા ચૂંટાયેલા ધારાસભ્યોને અભિનંદન. અમે કરેલી ભૂલ માટે હું નમ્રતાપૂર્વક માફી માંગુ છું. ૨૦મી તારીખે, હું પ્રાયશ્ચિત તરીકે ભીતરહરવા આશ્રમથી એક દિવસનો સામૂહિક મૌન ઉપવાસ કરીશ. મેં ભૂલ કરી હશે, પણ મેં કોઈ ગુનો કર્યો નથી. મત ન મળવો એ ગુનો નથી. જ્યાં જાતિ રાજકારણ અને ધર્મ પ્રચલિત રહ્યા છે, ત્યાં મેં જાતિ અને ધર્મના આધારે લોકોને વિભાજીત કરવાનો ગુનો નથી કર્યો.









































