બિહાર ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન, મુખ્ય ચૂંટણી અધિકારીએ રાષ્ટ્રીય જનતા દળની ફરિયાદ પર કાર્યવાહી કરી છે. રાજદએ આરોપ લગાવ્યો હતો કે મોતિહારીમાં બૂથ નંબર ૨૨૯ અને ૨૩૦ પર ભાજપના મતદાન એજન્ટો જાણી જાઈને ઉમેદવારોના ફોટા અને ચૂંટણી પ્રતીકોવાળી સ્લીપ મતદારોને વહેંચી રહ્યા હતા.આરજેડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “એકસ” પર પોસ્ટ કર્યું, “મોતિહારી વિધાનસભા મતવિસ્તારના બૂથ નંબર ૨૨૯ અને ૨૩૦ માં, ભાજપના પોલિંગ એજન્ટો જાણી જાઈને બૂથની અંદર મતદારોને ફોટા અને ચૂંટણી પ્રતીકોવાળી સ્લીપ વહેંચી રહ્યા છે! મોતીહારીના તમામ બૂથ પરથી આવી જ ફરિયાદો મળી રહી છે.” પાર્ટીએ બિહાર ચૂંટણી પંચને પણ ટેગ કર્યું. ચૂંટણી પંચે આ બાબતની નોંધ લીધી અને કહ્યું, “આ બાબતની નોંધ લેવામાં આવી છે, એફઆરઆઇ નોંધવામાં આવી છે, અને બે ધરપકડ કરવામાં આવી છે.”બિહાર ચૂંટણીના બીજા તબક્કા વચ્ચે, આરજેડી તેના “એકસ” હેન્ડલ પર વિવિધ ફરિયાદો પોસ્ટ કરી રહી છે. અગાઉ, આરજેડીએ લખ્યું હતું, “અમને સત્તા નથી જાઈતી! તેજસ્વી યાદવ બિહારને આગળ લઈ જવાની તક માંગે છે! અમે યુવાનોને નોકરીઓ અને રોજગાર આપવાની તક માંગીએ છીએ! પહેલા આજે મતદાન કરો, પછી નાસ્તો! આજે જ અસમર્થ સરકારને દૂર કરવાની વિધિ પૂર્ણ કરો!”






































