બિહારમાં પાંચ બેઠકો માટે આગામી રાજ્યસભા ચૂંટણી માટે કોઈ ઉમેદવારે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું નથી. આજે નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ હતી. તેથી, ચૂંટણી હવે ૧૬મી માર્ચે યોજાવાની છે. મતદાન એ જ દિવસે થશે, અને ગણતરી પછી પરિણામો જાહેર કરવામાં આવશે.
બિહારમાં પાંચ રાજ્યસભા બેઠકો માટે રાજકીય જંગ જામ્યો છે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે, પરંતુ છ ઉમેદવારો મેદાનમાં બાકી છે, જેના કારણે ૧૬ માર્ચે મતદાનનો તબક્કો શરૂ થશે. વર્તમાન વિધાનસભા પરિણામોના આધારે,એનડીએ ચાર બેઠકો જીતવાની ધારણા છે, જ્યારે મુખ્ય પડકાર પાંચમી બેઠક પર છે.
મુખ્યમંત્રી નીતિશ કુમાર, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન,જદયુના રામનાથ ઠાકુર અને આરએમએલ પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા રાજ્યસભામાં પ્રવેશ કરશે તે નિશ્ચિત છે. પાંચમી બેઠક માટે હરીફાઈ ભાજપના શિવેશ કુમાર અને રાજદ ઉમેદવાર વચ્ચે છે.રાજદએ વર્તમાન સાંસદ અમરેન્દ્ર ધારી સિંહને ફરીથી નોમિનેટ કર્યા છે.
આ દરમિયાન, તેજસ્વી યાદવે મંગળવારે રાજદ ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવી છે. તેજસ્વી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં, તેજસ્વી રાજ્યસભા ચૂંટણીઓ અંગે રાજદ ધારાસભ્યોને સૂચનાઓ આપશે.
એઆઇએમઆઇએમ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યસભા ચૂંટણીમાં સમર્થન માટે રાજદે એઆઇએમઆઇએમનો સંપર્ક કર્યો છે. બદલામાં, એઆઇએમઆઇએમએ તેના પક્ષ માટે વિધાન પરિષદની બેઠક માંગી છે.રાજદએ આનો કોઈ જવાબ આપ્યો નથી.
અગાઉ, એઆઇએમઆઇએમના રાજ્ય પ્રમુખ અખ્તરુલ ઈમાને ઇન્ડિયા ટીવી સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે જા રાજદ વાટાઘાટો કરવા નહીં આવે, તો તેઓ મતદાનમાં ભાગ લેશે નહીં. જા રાજદને એઆઇએમઆઇએમના પાંચ ધારાસભ્યો અને બસપાના એક ધારાસભ્યનું સમર્થન મળશે, તો જ રાજદ ઉમેદવાર જીતી શકશે.








































