ચૂંટણી પંચે બિહારમાં ચાલી રહેલા ખાસ સઘન સુધારા અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામા દાખલ કર્યા છે. આ સોગંદનામામાં,એસઆઇઆરનો બચાવ કરવામાં આવ્યો છે અને તેના સમર્થનમાં દલીલો આપવામાં આવી છે. ચૂંટણી પંચે તેના સોગંદનામામાં જણાવ્યું છે કે ૯૦ ટકાથી વધુ મતદારોએ ખાસ સઘન સુધારા અભિયાન હેઠળ નામાંકન ફોર્મ ભર્યા છે. પંચે કહ્યું કે આ ઝુંબેશનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ મતદાર યાદીમાંથી બાકાત ન રહે. ખાસ કરીને ગરીબ, વંચિત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં આધારને દસ્તાવેજ યાદીમાંથી બહાર રાખવાનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે આધાર કાર્ડને ૧૧ દસ્તાવેજાની યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી કારણ કે તે ભારતના બંધારણની કલમ ૩૨૬ હેઠળ મતદારની યોગ્યતા સાબિત કરવામાં મદદ કરતું નથી.
ચૂંટણી પંચે સોગંદનામામાં એ પણ સ્પષ્ટતા કરી છે કે મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે જે દસ્તાવેજા બતાવવા જરૂરી છે તે સૂચક છે. આ યાદી અંતિમ નથી. આવી સ્થિતિમાં, જરૂર પડ્યે અન્ય દસ્તાવેજા પણ માન્ય હોઈ શકે છે. જાકે, અત્યાર સુધી એવું કોઈ ઉદાહરણ સામે આવ્યું નથી કે જ્યાં કોઈનું નામ અન્ય કોઈ દસ્તાવેજના આધારે મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હોય. રાજકીય પક્ષોની ભાગીદારી વધી
ચૂંટણી પંચે કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે તમામ મુખ્ય રાજકીય પક્ષોએ આટલી મોટી સંખ્યામાં ભાગ લીધો હોય અને ૧.૫ લાખથી વધુ બૂથ લેવલ એજન્ટો તૈનાત કરવામાં આવ્યા હોય. આ એજન્ટો બૂથ લેવલ ઓફિસરો સાથે નજીકથી કામ કરી રહ્યા છે.
ચૂંટણી પંચે સોગંદનામામાં કહ્યું છે કે રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓ બાદ આ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. તેનો હેતુ ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીમાં લોકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો છે.

 

 

 

 

 

 

.