બાબાપુરમાં સર્વોદય સરસ્વતી મંદિરમાં શ્રદ્ધેય પૂ.લાલજી ગુરુજી તથા સ્વ. પૂ. બાલુકાકા તેમજ પૂ. દાદા (ગુણવંતરાય પુરોહિત) અને પૂ. મોટાબા (હસુમતીબેન પુરોહિત)ની સ્મૃતિમાં જીવન સંગીત શિબિરનું ઉદ્ઘાટન આજે થયું હતું. આ શિબિરની શરૂઆત સરગમ ગ્રુપ દ્વારા ગીત રજૂ કરી, મુખ્ય મહેમાન શિક્ષણવિદ ડો. ભદ્રાયુભાઈ વચ્છરાજાનીના હસ્તે દીપ પ્રાગટ્યથી થઇ હતી. આ શિબિરમાં સંસ્થાના નિયામક મંદાકિનીબેન જી. પુરોહિત હાજર રહ્યા હતા. શિબિર ૬ દિવસની હોવાથી જુદા જુદા જૂથમાં કાર્ય કરવામાં આવશે, સંગીતના સાત સૂર આધારિત જીવન શિબિર, જીવન નિર્માણ, ચારિત્ર નિર્માણ કરવા માટે વિદ્યાર્થીઓમાં ચારિત્ર નિર્માણની ભાવના જાગે, રાષ્ટ્ર નિર્માણની ભાવના જાગે તેવા હેતુથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ જયંતીભાઈ જોશી દ્વારા તથા પરિચય પ્રવીણભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવ્યો હતો. આજથી ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓની આ શિબિરમાં જુદી જુદી શાળાના ધોરણ-૧૧ના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






































