બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને વધુ સુવિધાસભર અને સુરક્ષિત માર્ગ વ્યવસ્થા સાથે જોડવાના હેતુસર બાબરા – દરેડ – જામબરવાળા – નાનીકુંડળ માર્ગના રિસર્ફેસીંગ કામનું વિધિવત ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂ. ૧૧.૮૬ કરોડના ખર્ચે હાથ ધરાનાર આ પ્રોજેક્ટથી વિસ્તારના હજારો નાગરિકોને લાભ થશે.
આ કામગીરી આધુનિક ટેકનોલોજી અને ગુણવત્તાના ધોરણો મુજબ કરવામાં આવશે, જેમાં મજબૂતીકરણ, સાઈડ પેવમેન્ટ અને પાણીના નિકાલ માટે ડ્રેનેજ વ્યવસ્થાનો સમાવેશ થાય છે.
આ પ્રસગે તાલુકાના આગેવાનો, સરપંચો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.









































