બાબરા તાલુકામાં અસામાજિક તત્વો હવે મહિલાઓને પણ ધમકી આપતા ખચકાતા નથી. જેમાં રાજકોટ ગામે રહેતી એક પરિણીતાને નાની કુંડળ ગામના એક યુવકે છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિણીતાએ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટ ગામે રહેતી પાયલબેન ખીમાભાઈ ડાકીએ ફરિયાદ નોંધાવી છે કે આરોપી કુલદીપ રાણાભાઈ બાખલકીયા રહે. નાની કુંડળ સામે પાંચ મહિના પહેલા બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે વાતનું મનદુઃખ રાખી કુલદીપે ફરિયાદ પાછી ખેચી લેવા પાયલબેનને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પાયલબેને બાબરા પોલીસ સ્ટેશનમાં કુલદીપ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.