બાબરા તાલુકાના કરિયાણા ગામ સ્થિત સ્વામિનારાયણ મંદિર પરિસરમાં સદ્‌ગુરુ સ્વામી શ્રી ઘનશ્યામપ્રિયદાસજીના માર્ગદર્શન હેઠળ તા. ૧/૧/૨૦૨૬ થી ૫/૧/૨૦૨૬ દરમિયાન પંચદિનાત્મક સત્સંગ કથા અને દિવ્ય શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણની પાવન ભૂમિ ગણાતા કરિયાણામાં આ કથા દરમિયાન શાસ્ત્રી સાધુ શ્રી બ્રહ્મપ્રકાશદાસજી દરરોજ બપોરે ૩ઃ૩૦ થી ૬ઃ૦૦ અને રાત્રે ૮ઃ૩૦ થી ૧૦ઃ૩૦ વાગ્યા સુધી હરિભક્તોને ધર્મજ્ઞાનનું અમૃતપાન કરાવશે. મુખ્ય આકર્ષણરૂપ દિવ્ય શાકોત્સવનું આયોજન તા. ૪/૧/૨૦૨૬ ના રોજ સાંજે ૫ઃ૦૦ કલાકે કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટથી દેવ ઉત્સવ મંડળ પધારી શોભા વધારશે. મીણબાઈ માતાજી અને દરબાર દેહા ખાચર જેવા મહાભક્તોની આ ભૂમિ પરના આ ઉત્સવનો લાભ લેવા ભાવિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.