બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે બાબરા તાલુકા અનુજાતી સામુદાયિક ખેતી સહકારી મંડળીના આશરે ૧૬ સભાસદોને ૨૦૦૬માં ૧૦-૧૦ વિધા જમીનના દસ્તાવેજ આપવામાં આવ્યા હતા, પરંતુ તેમને વાસ્તવિક કબજો મળ્યો ન હતો. તે સમયે માત્ર સ્થળ બતાવી ખાતા પાડવામાં આવ્યા નહોતા, જેના કારણે સભાસદો ૨૦ વર્ષ સુધી ખેતીથી વંચિત રહ્યા.આ મુદ્દે નિવૃત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પી.એલ. મારૂ સહિતના આગેવાનોની દખલ બાદ સ્થળ પર માપણી કરવામાં આવી અને સભાસદોને જમીન ફાળવણી કરવામાં આવી.મંડળી પાસે ૬૦૦૦ વિધાથી વધુ જમીન હોવા છતાં અનેક ખેતરો બિન ઉપયોગી છે. ૩૦૦ જેટલા સભાસદોના નામ કાપવાના આરોપો વચ્ચે કેસ ગાંધીનગરમાં અપીલ હેઠળ છે.











































